07 July, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન ફૅમિલી સાથે.
શનિવારે ઝાયેદ ખાનની ૪૫મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સેલિબ્રેશનમાં ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ઝાયેદની બહેન અને જાણીતી ઇન્ટીરિયર ડિઝાઇનર સુઝૅને બ્લૅક સ્ટ્રેપલેસ ડ્રેસમાં હાજરી આપી અને તેની સાથે બૉયફ્રેન્ડ અર્સલાન ગોની પણ જોવા મળ્યો હતો.
સુઝૅન ખાન અને અર્સલાન ગોની
ભરત તખ્તાની અને એશા દેઓલ.
રોહિત અને માનસી જોશી રૉય.
આ બર્થ-ડે પાર્ટીમાં ઝાયેદની બાળપણની મિત્ર એશા દેઓલ શૉર્ટ ડ્રેસ પહેરીને આવી અને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ વાત તો એ છે કે પાર્ટીમાં એશાનો ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની પણ જોવા મળ્યો હતો. એશા અને ભરત અલગ થઈ ગયાં હોવા છતાં ઘણી વખત સાથે જોવા મળે છે. આ પાર્ટીમાં હાજરી આપનાર અન્ય સેલિબ્રિટીઓમાં દિયા મિર્ઝા, જૅકી ભગનાણી, રકુલ પ્રીત સિંહ, બહેન ફારાહ ખાન, રોહિત રૉય, માનસી જોશી રૉય તેમ જ હૃતિક-સુઝૅનના દીકરાઓ રિહાન અને રિદાને પણ હાજરી આપી હતી.