કમબૅક માટે સલમાન અને અક્ષયકુમારનો આભાર માન્યો હની સિંહે

13 January, 2023 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના આવનારા આલબમ વિશે યો યો હની સિંહે કહ્યું કે ‘૨૦૨૩માં હું ઇન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક પર ધ્યાન આપીશ અને મારા ‘દેસી કલાકાર’નાં નવ વર્ષ બાદ હું હવે મારું ત્રીજું આલબમ ‘હની 3.O’ લઈને આવવાનો છું.

યો યો હની સિંહ

યો યો હની સિંહે કામની ફરીથી શરૂઆત કરવા માટે સ્ટ્રગલ શરૂ કરી હતી. એ વખતે તેની મદદ કરનાર સલમાન ખાન અને અક્ષયકુમારનો તેણે આભાર માન્યો છે. આ બન્નેએ તેમની આગામી ફિલ્મનાં ગીત તેને ઑફર કર્યાં હતાં. હની સિંહે હાલમાં જ ‘યાઇ રે’ અને ‘ગતિવિધ‌િ’ બે ગીતો રિલીઝ કર્યાં છે. પોતાના આવનારા આલબમ વિશે યો યો હની સિંહે કહ્યું કે ‘૨૦૨૩માં હું ઇન્ડિપેન્ડેન્ટ મ્યુઝિક પર ધ્યાન આપીશ અને મારા ‘દેસી કલાકાર’નાં નવ વર્ષ બાદ હું હવે મારું ત્રીજું આલબમ ‘હની 3.O’ લઈને આવવાનો છું. એમાં યો યો હની સિંહની જૂની વાઇબ અને ચમક નવી પેઢીની દેખાશે. માર્ચ કાં તો એપ્રિલમાં રિલીઝ થશે.’

સલમાન ખાન અને અક્ષયકુમાર વિશે યો યો હની સિંહે કહ્યું કે ‘સલમાનભાઈએ મને બોલાવ્યો અને કહ્યું કે મારી સાથે એક ગીત બનાવ. અમે છેલ્લે ‘કિક’ના ‘યાર ના મિલે’ ગીત માટે સાથે કામ કર્યું હતું, પરંતુ હું એમાં દેખાયો નહોતો કેમ કે હું લંડનમાં પંજાબી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અમે ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં એક ગીતનું સાથે શૂટિંગ કર્યું છે. અક્ષય પાજીએ પણ મને કૉલ કર્યો હતો અને અમે ‘સેલ્ફી’ માટે ‘કુડી ચમકીલી’ ગીતનું શૂટિંગ કર્યું હતું. હું આ બન્ને લેજન્ડ્સનો આભાર માનું છું કે તેમણે કામ ફરીથી શરૂ કરવાની મારી સ્ટ્રગલમાં મદદ કરી હતી. આશા છે કે ૨૦૨૩ મારા માટે શ્રેષ્ઠ રહેશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood yo yo honey singh Salman Khan akshay kumar