કહાની 3માં વિદ્યા બાલનને બદલે યામી ગૌતમ?

27 July, 2026 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`કહાની 3`ને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. રિપોર્ટ મુજબ નિર્માતાઓ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં વિદ્યા બાલનને બદલે યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.

યામી ગૌતમ અને વિદ્યા બાલન

સુજોય ઘોષે ડિરેક્ટ કરેલી ‘કહાની’ શ્રેષ્ઠ થ્રિલર ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતી અને ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી ૨૦૧૬માં ‘કહાની 2’ રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મોટા ભાગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, પણ બૉક્સ-ઑફિસ પર એ પહેલી ફિલ્મ જેવી સફળતા મેળવી શકી નહોતી. હવે એક રિપોર્ટ મુજબ નિર્માતાઓ ‘કહાની 3’ બનાવવાની તૈયારીમાં છે. જોકે આ વખતે ફ્રૅન્ચાઇઝીમાં વિદ્યા બાલનને બદલે યામી ગૌતમને લીડ ઍક્ટ્રેસ તરીકે સાઇન કરવામાં આવશે એવી ચર્ચા છે. 
મળતી માહિતી પ્રમાણે ‘કહાની 3’ સંપૂર્ણપણે નવી વાર્તા પર આધારિત હશે. ફ્રૅન્ચાઇઝીની મૂળ ઓળખ અને દર્શકોને ગમેલો માહોલ જાળવી રાખીને નવી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

yami gautam vidya balan upcoming movie entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood events bollywood gossips bollywood