જૉન સાથે કામ કરવાનું ઍક્ટર-ડિરેક્ટર જેવું નહોતું લાગ્યું : ‘અટૅક’ ડિરેક્ટર

02 April, 2022 12:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું લાગ્યું કે અમે એક ટીમના છીએ. અમારો ઉદ્દેશ હતો અદ્ભુત ઍક્શન સીન્સ કરવાનો જે શાનદાર હોવા જોઈએ અને દર્શકોને અનોખી સ્ટોરી દેખાડવાનો.’

જૉન અબ્રાહમ

‘અટૅક’ના ડિરેક્ટર લક્ષ્ય રાજ આનંદનું કહેવું છે કે આ ફિલ્મમાં જૉન એબ્રાહમ સાથે કામ કરતી વખતે ઍક્ટર-ડિરેક્ટર જેવો અહેસાસ નહોતો થયો. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. એક ડિરેક્ટર તરીકે લક્ષ્યની આ પહેલી ફિલ્મ છે. આ અગાઉ તેણે ‘ન્યુ યૉર્ક’માં જૉન સાથે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જૉનની સાથે જૅકલિન ફર્નાન્ડિસ, રકુલ પ્રીત સિંહ, પ્રકાશ રાજ અને રત્ના પાઠક શાહ પણ છે. આ ફિલ્મને જયંતીલાલ ગડા, જૉન એબ્રાહમ અને અજય કપૂર પ્રોડક્શન્સે એને પ્રોડ્યુસ કરી છે. જૉન સાથે કામ કરવાના અનુભવ વિશે લક્ષ્ય રાજ આનંદે કહ્યું કે ‘હું જૉનને મારી પહેલી ફિલ્મથી ઓળખું છું. મેં તેની સાથે ‘ન્યુ યૉર્ક’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યારથી જ તેણે મને આગળ વધતા જોયો છે. તે અપ્રોચેબલ અને જેની સાથે સરળતાથી કામ કરી શકાય એવો માણસ છે. ખાસ વાત એ છે કે જૉન આ ફિલ્મમાં ઍક્ટર અને પ્રોડ્યુસર પણ છે. ફિલ્મના આઇડિયા વિશે અમે સાથે બેસીને ચર્ચા કરી હતી. તેની સાથે કામ કરતી વખતે ઍક્ટર-ડિરેક્ટર જેવું લાગ્યું જ નહોતું. એવું લાગ્યું કે અમે એક ટીમના છીએ. અમારો ઉદ્દેશ હતો અદ્ભુત ઍક્શન સીન્સ કરવાનો જે શાનદાર હોવા જોઈએ અને દર્શકોને અનોખી સ્ટોરી દેખાડવાનો.’

bollywood news bollywood bollywood gossips entertainment news john abraham