‘ભેડિયા’ને કારણે ઍક્ટર તરીકે મારો ખૂબ જ વિકાસ થયો છે : વરુણ ધવન

23 May, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું

વરુણ ધવન ઇન ભેડિયા

વરુણ ધવનનું કહેવું છે કે ‘ભેડિયા’ના કારણે ઍક્ટર તરીકે તેનો ખૂબ જ વિકાસ થયો છે. આ ફિલ્મ વિઝ્યુ​અલ ઇફેક્ટ્સથી ભરપૂર હતી જેમાં વરુણ ભેડિયા બની જતો હતો. આ ફિલ્મનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હવે જિયો સિનેમા પર સ્ટ્રીમ થવાની છે. આ વિશે વાત કરતાં વરુણ ધવને કહ્યું કે ‘મારી ‘ભેડિયા’ ફક્ત એક વુલ્ફની સ્ટોરી નહોતી, પરંતુ એ એક ઇમોશનલ રોલરકોસ્ટર ફિલ્મ હતી. ભાસ્કરનું પાત્ર ભજવવું એ એક લાઇફ-ટાઇમ એક્સ્પીરિયન્સ હતો. આ ફિલ્મને કારણે ઍક્ટર તરીકે મારો ખૂબ જ વિકાસ થયો છે. મને હજી પણ યાદ છે કે મેં જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું કેટલો એક્સાઇટ થયો હતો.’

entertainment news bollywood news bollywood gossips bollywood varun dhawan