ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે વરુણ?

28 May, 2022 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવનને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં વરુણ ધવને કહ્યું કે ‘હું હાલમાં તો એના વિશે માહિતી ન આપી શકું, પરંતુ એના પર કામ ચાલી રહ્યું છે. 

વરુણ ધવન

વરુણ ધવને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે એવા સંકેત આપ્યા છે. નીતુ કપૂર, અનિલ કપૂર અને કિયારા અડવાણી સાથેની તેની ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમ ફિલ્મને પ્રમોટ કરવા નીકળી પડી છે. આ ફિલ્મનો કન્સેપ્ટ ડિવૉર્સની આસપાસ ફરે છે. વરુણ ધવનને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં વરુણ ધવને કહ્યું કે ‘હું હાલમાં તો એના વિશે માહિતી ન આપી શકું, પરંતુ એના પર કામ ચાલી રહ્યું છે. 
કંઈક તો વિશેષ આવવાનું છે. ઇન્ફર્મેશન અને ટેક્નૉલૉજીના કારણે આખું વિશ્વ નજીક આવી ગયું છે. એવી કેટલીક કન્ટેન્ટ છે જે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર સારી રીતે ચાલે છે અને એવી કેટલીક થિયેટર્સ પર પણ સારી ચાલે છે. દર્શકોને સારી કન્ટેન્ટ જોઈએ છે. તેમને મનોરંજન જોઈએ છે. કેવું પણ વાતાવરણ હોય, આપણને મનોરંજન જોઈએ છે. આપણને હસવું છે અને એન્જૉય કરવું છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news varun dhawan