તાપસી પન્નુ અને શાહરુખ દેખાશે સાથે?

19 September, 2021 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે?

તાપસી પન્નૂ, શાહરુખ ખાન

શાહરુખ ખાન અને તાપસી પન્નુ પહેલી વખત એકસાથે ફિલ્મમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાજકુમાર હીરાણી અને કનિકા ઢિલ્લોંએ લખી છે. આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે જો આવુ કંઈક હશે તો હું છાપરે ચડીને કહીશ. સાથે તેણે એમ પણ જણાવ્યું કે જો હું સાઇન કરીશ તો હું પોતે જ એનો ખુલાસો કરીશ. જોકે હાલમાં આવી તો કોઈ સ્પષ્ટતા તાપસીએ નથી કરી કે તેને આ ફિલ્મ મળી છે કે નહીં. જોકે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે શાહરુખ અને તાપસી સાથે જોવા મળવાનાં છે અને આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ૨૦૨૨ના મે મહિનામાં શરૂ કરવામાં આવશે.

bollywood news bollywood bollywood gossips entertainment news taapsee pannu Shah Rukh Khan