ફિલ્મમાં AI દ્વારા તારો ચહેરો બદલી કાઢીશ

19 April, 2024 06:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કબીર સિંહમાં કામ કરવાના અફસોસ વિશેની આદિલ હુસેનની કમેન્ટ વિશે સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું...

સંદીપ રેડ્ડી વાંગા , આદિલ હુસેન

સંદીપ રેડ્ડી વાંગાએ હાલમાં જ આદિલ હુસેનને સણસણતો જવાબ આપ્યો છે. શાહિદ કપૂરની ‘કબીર સિંહ’માં તેણે કામ કર્યું હતું. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. એમાં મહિલાઓને ખોટી રીતે દેખાડવામાં આવી છે અને તેમની સાથે પુરુષનું જે વર્તન છે એ ખોટું છે જેવી ઘણી કમેન્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે આદિલ હુસેને કહ્યું હતું કે ‘મેં જે દૃશ્ય કર્યું હતું એ સારું હતું એથી મને લાગ્યું કે ફિલ્મ સારી હશે. મેં જ્યારે ફિલ્મ જોઈ ત્યારે મને લાગ્યું કે હું અહીં શું કરી રહ્યો છું? મને એ ફિલ્મ જોઈને ખૂબ જ શરમ આવી હતી અને મને એ ફિલ્મ કરવાનો અફસોસ છે.’
આદિલની આ કમેન્ટ વિશે સોશ્યલ મીડિયા પર ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદીપે ટ્વીટ કર્યું હતું કે ‘એક બ્લૉકબસ્ટર ફિલ્મ કરવાના અફસોસને કારણે તને જેટલી ફેમ મળી છે એ તને તારી ૩૦ આર્ટ ફિલ્મમાં તારા વિશ્વાસના લીધે પણ નથી મળી. તારી લાલચ તારા પૅશન કરતાં વધુ છે એ જાણીને હવે મને તને ફિલ્મમાં પસંદ કર્યો હોવાનો અફસોસ થાય છે. જોકે હવે હું AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ની મદદથી તારો ચહેરો બદલીને તને આ શરમમાંથી બચાવી લઈશ. હવે તું બરાબર સ્માઇલ કરી શકશે.’

entertainment news bollywood buzz bollywood news social media adil hussain