તો શું આલિયા સાથે વધુ એક ફિલ્મમાં જોવા મળશે રણબીર?

26 September, 2019 04:41 PM IST  |  મુંબઈ

તો શું આલિયા સાથે વધુ એક ફિલ્મમાં જોવા મળશે રણબીર?

તો શું આલિયા સાથે વધુ એક ફિલ્મમાં જોવા મળશે રણબીર?

બોલીવુડમાં કાંઈ પણ થઈ શકે છે. આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવું હતું અને તેને મળી ગઈ ફિલ્મ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ. પહેલા તે ઈન્સાઅલ્લાહ કરવાની હતી સલમાન ખાન સાથે, પરંતુ આ ફિલ્મ નથી બની રહી. પરંતુ તેની આશાઓ ફળી અને તેને ગંગુબાઈ ફિલ્મ મળી. જેમાં પહેલા પ્રિયંકા જોવા મળવાની હતી.    

ફિલ્મનું પહેલા નામ હીરા મંડી હતું, જે મુંબઈના જાણીતા કમાઠીપુરા વિસ્તારની સૌથી જાણીતી સેક્સ વર્કરના જીવન પર આધારીત છે. તેનો ખૂબ જ ખૌફ હતો. હવે અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે તેની સામે રણબીર કપૂર છે. જો કે પીપિંગમૂન વેબસાઈટના પ્રમાણે આ અહેવાલોમાં કોઈ તથ્ય નથી.

આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

હા, એ સાચું છે કે ભણસાલી હાલ બે ફિલ્મોમાં વ્યસ્ત છે. જેની આધિકારીક જાહેરાત જલ્દી કરવામાં આવશે. વાતો તો એવી પણ ચાલી રહી છે કે આલિયા અને રણબીર બ્રહ્માસ્ત્રમાં તેમની જોડીને લોકો પસંદ કરે છે કે નહીં તે જોવા માંગે છે. તે બાદ જ તેઓ બીજી ફિલ્મ સાઈન કરશે.

ranbir kapoor alia bhatt sanjay leela bhansali