ક્રિતી વિશે ચૂપકી તોડશે પ્રભાસ?

29 December, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસે તેના ફ્રેન્ડ નંદમુરી બાલક્રિષ્નના એક ઓટીટી શોમાં હાજરી આપી હતી

ક્રિતી અને પ્રભાસ

પ્રભાસે હાલમાં જ ક્રિતી સૅનન વિશે ચૂપકી તોડી છે એવું સાંભળવા મળી રહ્યું છે. પ્રભાસે તેના ફ્રેન્ડ નંદમુરી બાલક્રિષ્નના એક ઓટીટી શોમાં હાજરી આપી હતી. આ શોમાં તેણે ઘણી ફિલ્મો વિશે વાત કરી હતી. જોકે તેણે સ્પેશ્યલ ક્રિતી સૅનન વિશે પણ વાત કરી હતી. થોડા સમય પહેલાં વરુણ ધવને નામ લીધા વગર કહ્યું હતું કે ક્રિતી તેના કો-સ્ટાર સાથે રિલેશનશિપમાં છે જે હાલમાં ​દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહ્યો છે. એક જ ઍક્ટર એવો હતો જે ત્યારે બન્ને સાથે કામ કરી રહ્યો હતો અને એ છે પ્રભાસ. આથી તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી હતી. ​ક્રિતીએ તો એ વાતને ફગાવી દીધી હતી, પરંતુ પ્રભાસે આ શોમાં તેના વિશે વાત કરી હોવાનું બહાર આવ્યું છે. આ શોને જલદી જ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

entertainment news bollywood news prabhas kriti sanon