રામાયણમાં નજર આવશે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ? જાણો અહીં

23 August, 2019 04:19 PM IST  |  મુંબઈ

રામાયણમાં નજર આવશે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ? જાણો અહીં

રામાયણમાં નજર આવશે હ્રિતિક રોશન અને દીપિકા પાદુકોણ?

ફિલ્મ ડાયરેક્ટર નિતેશ તિવારીએ જ્યારથી રામાયણ થ્રીડી બનાવવાની જાહેરાત કરી છે ત્યારથી તેની સ્ટાર કાસ્ટને લઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અહેવાલો પ્રમાણે આ ફિલ્મમાં હ્રિતિક રોશન ભગવાન રામ અને દીપિકા પાદુકોણ સીતાની ભૂમિકામાં નજર આવી શકે છે. જો કે આ વાતની હજી આધિકારીક પુષ્ટિ નથી થઈ.

આ બધાની વચ્ચે ડાયરેક્ટર નિતેશ તિવારીએ મૌન તોડ્યું છે. કોઈમોઈને આપેલા ઈન્ટરવ્યૂમાં નિતેશે કહ્યું રે, મે હજી સુધી ફિલ્મની કાસ્ટ વિશે નથી વિચાર્યું. અમે પહેલા બધુ પેપર વર્ક અને બાકી વસ્તુઓની પ્રોસેસ ખતમ કરવા માંગું છું. બાકી બધી વાતો અમે બાદમાં શરૂ કરીશું. તમને જણાવી દઈએ રામાયણ થ્રીડી 500 કરોડના બજેટમાં બનશે.

આ સિવાય દીપિકા અને હ્રિતિકના વર્ક ફ્રંટની વાત કરીએ તો હ્રિતિકની ફિલ્મ વૉર જલ્દી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે ટાઈગર શ્રૉફ લીડ રોલમાં હશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેને સારો રિસ્પૉન્સ મળ્યો છે. તો દીપિકા છપાકનું શૂટિંગ કરી રહી છે. જેમાં તે એસિડ અટેક સર્વાઈવરનો કિરદાર નિભાવશે.

આ પણ જુઓઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ

દીપિકા 83માં પણ નજર આવશે. 83માં તે રણવીર સિંહ સાથે નજર આવશે. જેઓ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા તેની પત્નીનો કિરદાર નિભાવશે. આ ફિલ્મ વર્લ્ડ કપ પર આધારિત હશે.

hrithik roshan deepika padukone