સિંગર હની સિંહ સામે પત્ની શાલિનીએ ઘરેલુ હિંસાનો કર્યો કેસ

03 August, 2021 06:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવુડ ગાયક અને અભિનેતા "યો યો હની સિંહ" (હરદેશ સિંહ) સામે  તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ હેઠળ કેસ  નોંધાવ્યો છે.

હની સિંહ

બૉલિવુડ ગાયક અને અભિનેતા "યો યો હની સિંહ" (હરદેશ સિંહ) સામે  તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ હેઠળ કેસ  નોંધાવ્યો છે.  શાલિનીએ દિલ્હીના તીસ હજારી કોર્ટમાં આ ફરિયાદ નોંધાવી છે. 

આ અરજી તીસ હજારી કોર્ટના મેજિસ્ટ્રેટ તાનિય સિંહ સામે રજૂ કરવામાં આવી હતી. વકીલ સંદીપ કપૂર અને જીજી કશ્યપે શાલિની તલવારની અરજી  કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. કોર્ટે હનિ સિંહ વિરુદ્ધ એક નોટિસ જાહેર કરી છે, જેમાં તેમણે હની સિંહને 28 ઓગસ્ટ પહેલા આ અંગે જવાબ રજૂ કરવાની વાત લખી છે. આ સાથે જોઈન્ટ  પ્રોપર્ટી વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ કરવા પર પણ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે.  શાલિની તલવારના પક્ષમાં જ આ

હની સિંહની પત્ની શાલિનીએ તેના પર ગંભીર આક્ષેપ કર્યા છે. શાલિનીએ શારીરિક હિંસા, યૌન હિંસા, માનસિક ત્રાસ અને આર્થિક હિંસાના હની સિંહ સહિત તેના માતા-પિતા અને બહેન પર આક્ષેપ કર્યા છે. શાલિનીએ કોર્ટને કહ્યું હતું કે તેમની પ્રોપર્ટી તેને પરત મળે અને જે પ્રોપર્ટી તેના હની સિંહના બંનેના નામ પર છે તેના વેચવા પર રોક લગાવવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હની સિંહ અને શાલિની તલવારની 20 વર્ષની દોસ્તી બાદ 2011માં તેમણે લગ્ન કર્યા હતા. શીખ રિતીરિવાજ સાથે દિલ્હીના ફાર્મહાઉસમાં તેમના લગ્ન થયા હતાં. 

 

bollywood news entertainment news yo yo honey singh