વૅક્સિન માટે લોકોને જાગૃત કરવા છતાં પણ કેમ ટ્રોલ કરવામાં આવી કીર્તિ કુલ્હારીને?

31 July, 2021 04:31 PM IST  |  Mumbai | Agency

આ એક નકલી ઇન્જેક્શન છે જેનો અમે શૂટ માટે ઉપયોગ કર્યો હતો. આ વિડિયો માત્ર ફન પૂરતો હતો, પરંતુ સાથે જ અમે વૅક્સિન લેવા માટે લોકોને અગત્યનો મેસેજ આપી રહ્યા છે.’

કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારીએ વૅક્સિન માટે લોકોને જાગૃત કરતો એક વિડિયો બનાવ્યો હતો, પરંતુ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે આ વિડિયો તેણે માત્ર હસી મજાક માટે બનાવ્યો હતો. આ વિડિયોને તેણે શૅર પણ કર્યો છે. એ વિડિયોમાં કીર્તિ ડૉક્ટર બની છે. તેની ‘હ્યુમન’ નામની સિરીઝ છે. એ સિરીઝમાં તેણે ડૉક્ટરનું પાત્ર ભજવ્યું છે. તેણે જે વિડિયો શૅર કર્યો છે એમાં તે એક વ્યક્તિના હાથની નસમાં ઇન્જેક્શન નાખી રહી છે. આ વિડિયોને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાની સાથે સલાહ પણ આપવા માંડી છે. લોકો કહી રહ્યા છે કે ઇન્જેક્શન ખભાની નસમાં નાખવામાં આવે છે. એથી મેડિકલ ક્ષેત્રની ચોક્કસ જાણકારી ન હોય તો તારે આ દિશામાં લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિએ કૅપ્શન આપી હતી કે ‘શું તમે વૅક્સિન લીધી? ? ? અહીં ડૉ. સાયરા સભરવાલ હાજર છે. તા.ક. આ એક નકલી ઇન્જેક્શન છે જેનો અમે શૂટ માટે ઉપયોગ કર્યો હતો. આ વિડિયો માત્ર ફન પૂરતો હતો, પરંતુ સાથે જ અમે વૅક્સિન લેવા માટે લોકોને અગત્યનો મેસેજ આપી રહ્યા છે.’

bollywood news bollywood gossips bollywood entertainment news kirti kulhari