‘સરદાર ઉધમ’ જ નામ શું કામ?

13 October, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આના માટે શૂજિત સરકાર આપેલું કારણ જાણવા જેવું છે

‘સરદાર ઉધમ’ જ નામ શું કામ?

શૂજિત સરકારનું કહેવું છે કે તે વિકી કૌશલની ‘સરદાર ઉધમ’ને ફક્ત પંજાબ પૂરતી બનાવવા નહોતો માગતો હતો. ૧૯૧૯ના જલિયાંવાલા બાગની ઘટનાનો બદલો સરદાર ઉધમ સિંહે લીધો હતો. એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે જેને ૧૬ ઑક્ટોબરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકારે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મનું નામ ‘સરદાર ઉધમ’ છે. તેમનું નામ સરદાર ઉધમ સિંહ અથવા તો કહો કે શહીદ સરદાર ઉધમ સિંહ હતું અને તેમના પર ફિલ્મ બનાવવામાં આવી છે. ‘સરદાર ઉધમ’ એ મારી તેમના પ્રત્યેની સમજ છે. તેમના વિચારો, તેમનું દિમાગ જે રીતે કામ કરતું એ અને તેમના મેસેજને મેં ફિલ્મ થકી આપવાનો પ્રયાસ કર્યો છે. મને લાગ્યું છે આ ફિલ્મ દુનિયાના ફક્ત એક પાર્ટ માટે નથી, એ પૂરી દુનિયા માટે છે. તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે હું શેના વિશે વાત કરી રહ્યો છું. હું નહોતો ઇચ્છતો કે ‘સરદાર ઉધમ’ ફક્ત પંજાબ પૂરતી લિમિટેડ રહે. હું તેમના મેસેજને બસ દુનિયા સુધી પહોંચાડવા માગું છું.’

 હું ફિલ્મના નામમાં તેમના નામની સાથે શહીદ, કમબોજ, સુનમ વગેરે શબ્દોનો સમાવેશ કરી શક્યો હોત. જોકે ‘સરદાર ઉધમ’ને હું મારો ફ્રેન્ડ સમજું છું. હું તેની પ્રેઝન્સ અનુભવું છે. હું એમ પણ માનું છું કે દરેક વ્યક્તિ સરદાર ઉધમ છે અને એથી જ મેં એ ફિલ્મનું નામ રાખ્યું છે.
શૂજિત સરકાર

bollywood news bollywood bollywood gossips entertainment news shoojit sircar