રામાયણનું ટ્રેલર કેમ લૉન્ચ થયું સવારના સવાચાર વાગ્યાના બ્રહ્મમુહૂર્તમાં?

31 July, 2026 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત ‘રામાયણ’નું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ થતાં ચર્ચા જામી છે. રિપોર્ટ મુજબ ટ્રેલર લીક ન થાય તે માટે નિર્માતાઓએ આ ખાસ સમય પસંદ કર્યો હતો.

રામાયણનું ટીઝર

રણબીર કપૂરને શ્રી રામ અને સાઈ પલ્લવીને સીતા માતાના રોલમાં ચમકાવતી ‘રામાયણ’નું ટ્રેલર ૩૦ જુલાઈએ સવારે સવાચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અંદાજે ચાર મિનિટ લાંબા આ ટ્રેલરમાં યશ, રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ અને વિવેક ઑબેરૉય સહિતના મોટા ભાગના કલાકારોની ઝલક જોવા મળે છે. હવે આ ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ કરવાનું સાચું કારણ ચર્ચામાં આવ્યું છે. 
શરૂઆતમાં ‘રામાયણ’ના નિર્માતાઓએ ટ્રેલર ૨૪ જુલાઈએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. એ સમયે યશ અને રણબીર કપૂર અમેરિકાના સૅન ડીએગોમાં યોજાયેલા કૉમિક-કૉનમાં હાજર હતા અને ત્યાં ટ્રેલર દર્શાવ્યા બાદ એને વૈશ્વિક સ્તરે યુટ્યુબ પર રિલીઝ કરવાની યોજના હતી. જોકે આ પછી નિર્માતાઓએ સોની પિક્ચર્સ સાથે કરાર કર્યો જેના હેઠળ ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ના થિયેટર શો સાથે ‘રામાયણ’નું ટ્રેલર જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે ‘સ્પાઇડર-મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ ૩૦ જુલાઈએ વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થાય કે તરત જ ટ્રેલર લીક થવાની શક્યતા હતી. આ લીકને ટાળવા માટે ‘રામાયણ’ના મેકર્સે ફિલ્મ મૉર્નિંગ શોમાં રિલીઝ થાય એ પહેલાં જ ટ્રેલરને બ્રહ્મમુહૂર્તમાં સવારે સવાચાર વાગ્યે જ રિલીઝ કરી દેવાનો નિર્ણય લીધો હોવાના રિપોર્ટ છે.

ranbir kapoor sai pallavi yash naveen kumar gowda rakul preet singh ravi dubey Arun Govil vivek oberoi ramayan upcoming movie latest films latest trailers indian films indian cinema entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood events bollywood trailer launch