‘ભવાઈ’ કેમ પ્રતીક માટે સ્પેશ્યલ ફિલ્મ છે?

17 September, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું નામ પહેલાં ‘રાવણ લીલા’ રાખવામાં આવ્યું હતું

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીનું કહેવું છે કે તેના માટે ‘ભવાઈ’ એકદમ સ્પેશ્યલ ફિલ્મ છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘રાવણ લીલા’ રાખવામાં આવ્યું હતું. જોકે લોકોની લાગણીઓને દુઃખ પહોંચ્યું હોવાથી ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ રાખવામાં આવ્યું છે. આ વિશે પ્રતીકે કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે, કારણ કે આ ફિલ્મમાં મને સ્ટેજ પર પર્ફોર્મ કરવાનો ચાન્સ મળી રહ્યો છે. આ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે, કારણ કે હું ખૂબ જ લાંબા સમયથી થિયેટર કરી રહ્યો છું. મૉનોલૉગની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હું બે કલાકનો મૉનોલૉગ કરી શકું છું અને અહીં તો એક જ પાનાની વાત છે. જોકે આ પ્રોસેસ મારા માટે એક જીવનભરનો અનુભવ રહ્યો છે જેમાં એક ઍક્ટરને ફિલ્મમાં થિયેટર કરવાનો ચાન્સ મળે. આ ફિલ્મમાં બે સ્ટોરી પૅરૅલલ ચાલી રહી છે.’

entertainment news bollywood bollywood news upcoming movie Pratik Gandhi