સારાએ કેમ માગી માફી?

01 December, 2021 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટ દરમ્યાન તેની સિક્યૉરિટી ટીમ દ્વારા ફોટોગ્રાફરને ધક્કો મારવામાં આવ્યો હતો. આથી સારાએ તરત જ મીડિયાની માફી માગી હતી.

સારા અલી ખાન

સારા અલી ખાન સોમવારે મીઠીબાઈ કૉલેજના કલ્ચરલ ફેસ્ટિવલ ‘​ક્ષિતિજ 21’માં ગઈ હતી. આ ઇવેન્ટમાં તેણે ‘અતરંગી રે’નું ગીત ‘ચકાચક’ લૉન્ચ કર્યું હતું. આ ઇવેન્ટ દરમ્યાન તેની સિક્યૉરિટી ટીમ દ્વારા ફોટોગ્રાફરને ધક્કો મારવામાં આવ્યો હતો. આથી સારાએ તરત જ મીડિયાની માફી માગી હતી. તેણે તેની સિક્યૉરિટી ટીમને ફરી આવું ન કરવા માટે કહ્યું હતું. તેમ જ તેણે ત્યાં હાજર અન્ય ફોટોગ્રાફરને કહ્યું હતું કે તે વ્યક્તિને તેના તરફથી સૉરી કહી દેજો અને ત્યાર બાદ તે ત્યાંથી નીકળી ગઈ હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news sara ali khan