કેમ રામચરણને થૅન્ક યુ કહ્યું અક્ષયકુમારે?

01 July, 2022 09:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ના ટ્રેલરની રામચરણે પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે ભૂમિ પેડણેકર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ભાઈબહેનના સંબંધો પર પ્રકાશ પાડે છે. ફિલ્મ ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. 

કેમ રામચરણને થૅન્ક યુ કહ્યું અક્ષયકુમારે?

અક્ષયકુમારે સોશ્યલ મીડિયામાં રામચરણને થૅન્ક યુ કહ્યું છે. એનું કારણ એ છે કે અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’ના ટ્રેલરની રામચરણે પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમારની 
સાથે ભૂમિ પેડણેકર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ભાઈબહેનના સંબંધો પર પ્રકાશ પાડે છે. ફિલ્મ ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. 
આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. એને જોઈને ટ્વિટર પર રામચરણે ટ્વીટ કર્યું હતું, ‘અક્ષયકુમાર સર અદ્ભુત ટ્રેલર છે. ટ્રેલરમાં ભાઈબહેનના સુંદર અને પવિત્ર સંબંધોને ખૂબ પ્રશંસનીય રીતે દેખાડવામાં આવ્યા છે.’ તેના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘થૅન્ક યુ સો મચ રામચરણ અન્ના.’

entertainment news akshay kumar ram charan bollywood news bollywood bollywood gossips