ફ્રેન્ડ્સ સારા અને જાહ્‍‍‍‍નવી શું કામ ગમે છે અનન્યાને?

17 September, 2023 06:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યા પાન્ડે ફ્રેન્ડશિપને ખૂબ મહત્ત્વ આપે છે અને સારા અલી ખાન તથા જા‍‍‍‍‍‍‍‍‍‍‍હ્નવી કપૂરની ફ્રેન્ડશિપ તેને ખૂબ ગમે છે

ફાઇલ તસવીર

અનન્યા પાન્ડે ફ્રેન્ડશિપને ખૂબ મહત્ત્વ આપે છે અને સારા અલી ખાન તથા જા‍‍‍‍‍‍‍‍‍‍‍હ્નવી કપૂરની ફ્રેન્ડશિપ તેને ખૂબ ગમે છે. અનન્યાની હાલમાં રિલીઝ થયેલી ‘ડ્રીમ ગર્લ 2’એ ધમાલ મચાવી હતી. સાથે જ આ ત્રણેય એકમેકની ફિલ્મોના ટ્રેલર કે ગીત જોયા બાદ એકબીજાને મેસેજ પણ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડશિપ વિશે અનન્યા પાન્ડેએ કહ્યું કે ‘મને લાગે છે કે દરેક પેઢીમાં ફ્રેન્ડશિપ થતી હોય છે. મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણા સંબંધો, ફ્રેન્ડશિપ અને સપોર્ટ જોયાં છે અને એ જ બાબત હું ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર જાળવી રાખવા માગું છું. મારા માટે ફ્રેન્ડશિપ ખૂબ અગત્યની છે. ઇન્ડસ્ટ્રીમાં મને સારા અને જા‍‍‍‍‍‍‍‍‍‍‍હ્નવી ગમે છે. અમે એકબીજા સાથે સંપર્કમાં રહીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. એ બે વ્યક્તિ એવી છે જે મારી ફિલ્મોનું ટ્રેલર કે પછી ગીત આવે એટલે મને મેસેજ કરે છે. હું પણ એવું કરું છું, એથી સપોર્ટિવ કન્ટેમ્પરીઝ હોવું સારી બાબત છે. અમે જાણીએ છીએ કે સ્પર્ધા કટ્ટર છે. આ વાત તો સારા પણ હંમેશાં કહે છે. તેઓ મને સારી રીતે જાણે છે એથી હું શું અનુભવી રહી છું એ વિશે તેમની સાથે ચર્ચા કરવી મારા માટે સરળ બને છે.’

Ananya Panday sara ali khan jhanvi kapoor bollywood bollywood news entertainment news