તમારા જેવો પ્રેમ મને કોણ કરી શકે : સમન્થા રૂથ પ્રભુ

28 March, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૅટ કરવાની સલાહ આપનાર ફૅનને તેણે આવો જવાબ આપ્યો

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુનું કહેવું છે કે તેને તેના ફેન્સ જેવો  પ્રેમ કોઈ ન આપી શકે. તેને એક ફૅને કોઈને ડૅટ કરવાની સલાહ આપી હતી. ડિવોર્સ બાદ તે ફિલ્મોમાં બિઝી છે. તે ‘શકુંતલમ’ અને ‘ખુશી’માં દેખાવાની છે. તે માયોસાઇટીસ નામની બીમારીથી પિડીત છે. એની સારવાર તે લઈ રહી છે. નાગ ચૈતન્ય સાથે થયેલા તેના ડિવૉર્સની ચર્ચા ખૂબ ચાલી હતી. ટ્વિટર પર સમન્થાના એક ફૅને ટ્વીટ કર્યું કે ‘હું જાણું છું કે આ એ પ્લૅટફૉર્મ નથી જ્યાં હું કાંઈક કહી શકું, પરંતુ પ્લીઝ કોઈને ડેટ કર.’ તેને જવાબ આપતા સમન્થાએ ટ્વીટ કર્યું કે, તમારા જેવો પ્રેમ મને કોણ કરી શકે છે.

entertainment news bollywood news bollywood gossips bollywood samantha ruth prabhu