સ્પોર્ટ્‍સ સ્ટાર આસપાસ હોય તો પ્રભાવિત થાય છે તાપસી પન્નુ

24 June, 2022 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ ‘શાબાશ મિઠુ’માં જોવા મળવાની

તાપસી પન્નુ

તાપસી પન્નુનું કહેવું છે કે તે જ્યારે સ્પોર્ટ્‍સ સ્ટારની આસપાસ હોય તો તે ખૂબ પ્રભાવિત થાય છે. તે ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ ‘શાબાશ મિઠુ’માં જોવા મળવાની છે. આ ફિલ્મ ૧૫ જુલાઈએ રિલીઝ થવાની છે. સ્પોર્ટ્‍સ પ્રતિ પોતાના પ્રેમને લઈને તાપસીએ કહ્યું કે ‘હું સ્પોર્ટ્‍સ સ્ટાર્સને જોઈને આકર્ષિત થઈ જાઉં છું. હું કૉલેજમાં આવી ત્યાં સુધી મેં મોટા ભાગે ફિલ્મો નહોતી જોઈ, પરંતુ બાળપણથી સ્પોર્ટ્‍સનું અનુકરણ કરતી આવી છું. એથી હું જ્યારે પણ સ્પોર્ટ્‍સ સ્ટાર્સને જોઉં છું તો તેમના પ્રત્યે મને ખૂબ આદર જન્મે છે. હું જ્યારે પણ સ્પોર્ટ્‍સ સ્ટાર્સની આસપાસ હોઉં તો હંમેશાં એક વાતની ખાતરી રાખું છું કે હું કોઈ વાતનું ઉલ્લંઘન ન કરું અને મારા બિન્દાસ સ્વભાવથી બચું.’

entertainment news bollywood bollywood news taapsee pannu