‘આર્યા 2’નું મહત્ત્વનું દૃશ્ય કયું હતું સુસ્મિતા સેન માટે?

25 November, 2021 04:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

સુસ્મિતા સેનને ‘આર્યા 2’નો જયપુરમાં શૂટ કરવામાં આવેલો હેલિપૅડનો સીન ખૂબ અગત્યનો લાગે છે.

સુસ્મિતા સેનને ‘આર્યા 2’નો જયપુરમાં શૂટ કરવામાં આવેલો હેલિપૅડનો સીન ખૂબ અગત્યનો લાગે છે

સુસ્મિતા સેનને ‘આર્યા 2’નો જયપુરમાં શૂટ કરવામાં આવેલો હેલિપૅડનો સીન ખૂબ અગત્યનો લાગે છે. ‌‌‍‌એ સીક્વન્સને શૂટ કરવા માટે ૨૪ મિનિટ લાગી હતી. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. હેલિપૅડના એ સીન વિશે સુસ્મિતાએ કહ્યું હતું કે ‘જયપુરના એ હેલિપૅડમાં અમે શૂટ કર્યું હતું. એ સીનને વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યો હતો. સીઝન 2નો એ મહત્ત્વનો સીન હતો. રાજસ્થાનમાં કદી પણ વરસાદ નથી હોતો, પરંતુ ૨૪ મિનિટના લાંબા ટેક બાદ અમારા માટે પવન વાતો હતો અને વરસાદ વરસતો હતો. અમને એ અદ્ભુત બૅકગ્રાઉન્ડ સ્કોર મળ્યો હતો. અમારા ડિરેક્ટરને એ વાતાવરણનો અવાજ પસંદ પડતાં તે કહેતા કે આનાથી વિશેષ કંઈ ન હોઈ શકે. એથી ‘આર્યા’ માટે આ ખૂબ અગત્યનું હતું. એ દિવસ તો અમારા બધા માટે યાદગાર બની ગયો છે.’

 

 

entertainment news bollywood news sushmita sen