મિકા સિંહને શું કામ તેની ગર્લફ્રેન્ડે માર્યો હતો તમાચો?

29 June, 2022 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિકા સિંહે જણાવ્યું છે કે ભૂતકાળમાં તેની ગર્લફ્રેન્ડે તેને એટલા માટે તમાચો જડી દીધો હતો, કેમ કે તે અન્ય યુવતીઓ સાથે પણ ફોન પર વાત કરતો હતો

મિકા સિંહને શું કામ તેની ગર્લફ્રેન્ડે માર્યો હતો તમાચો?

મિકા સિંહે જણાવ્યું છે કે ભૂતકાળમાં તેની ગર્લફ્રેન્ડે તેને એટલા માટે તમાચો જડી દીધો હતો, કેમ કે તે અન્ય યુવતીઓ સાથે પણ ફોન પર વાત કરતો હતો. આ વાતની જાણ તેની ગર્લફ્રેન્ડને થઈ ગઈ હતી. મિકા સિંહ હાલમાં સ્ટાર ભારત પર આવતા શો ‘સ્વયંવર-મિકા દી વોટી’માં તેની દુલ્હનિયાને શોધી રહ્યો છે. એ આખી ઘટના વિશે મિકાએ કહ્યું કે ‘મારી ગર્લફ્રેન્ડ ખૂબ સુંદર હતી. મને તેના પર એટલો તો પ્રેમ હતો કે મેં તેને ઘર આપવાનું વચન આપ્યું હતું એટલું જ નહીં, અમારાં આવનારાં બાળકો સની અને બની એમ નામ પણ વિચારી રાખ્યાં હતાં. હું તેની પાછળ પાગલ હતો. બાદમાં હું ફ્લર્ટ કરવા માંડ્યો હતો અને અન્ય યુવતીઓ સાથે ફોન પર વાતો કરતો હતો. તેનાથી છુપાવવા માટે મેં તેમનાં નામ ‘રાકેશ’ અને ‘રાજેશ’ કરીને સેવ કર્યાં હતાં. એક દિવસે મારી ગર્લફ્રેન્ડ ઘરે આવી અને ‘રાકેશ’નો કૉલ આવતો હતો. તેણે મને એનો કૉલ રિસીવ કરવા કહ્યું. મેં જેવો ફોન રિસીવ કર્યો તેણે મને તરત જોરથી તમાચો જડી દીધો હતો. પહેલી વખત મને એ તમાચો પડ્યો હતો અને એ વખતે મને સમજમાં આવ્યુ કે ગર્લફ્રેન્ડ કોને કહેવાય. તેણે મને ધમકી પણ આપી હતી કે આ તો હજી શરૂઆત છે. ત્યાર બાદ તો હું ખૂબ પ્રામાણિક બની ગયો હતો અને તેનાથી ડર પણ લાગતો હતો કે જો તે એકાંતમાં મને લાફો મારી શકે છે તો જાહેરમાં પણ મારી શકે છે.’

entertainment news bollywood news