જૅકી શ્રોફનો મંત્ર શું છે?

22 September, 2021 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે આજે પણ યુવાનોમાં ખૂબ જ પૉપ્યુલર છે

જૅકી શ્રોફ

જૅકી શ્રોફનો હંમેશાં સુસંગત રહેવાનો મંત્ર એકદમ સિમ્પલ છે. તે આજે પણ યુવાનોમાં ખૂબ જ પૉપ્યુલર છે. તેની સ્ટાઇલ પણ એકદમ અલગ છે. આ વિશે વાત કરતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘સુસંગત રહેવા માટેનો મારો મંત્ર એકદમ સરળ છે. તમે ઓપન-માઇન્ડેડ બનીને રહો, તક આપોઆપ મળતી રહેશે. મેં ઘણા પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે પરંતુ મારે લાઇટ પાત્ર ભજવવું હતું. આ તક મને ‘રાધે’ દ્વારા મળી હતી. લોકોને હસાવવા માટેની મારી જે ભૂખ છે એના કારણે મને નવાં-નવાં પાત્રો ભજવવાની પ્રેરણા મળે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips jackie shroff