૧૪ ફેરફાર કરાવ્યા બાદ વેલકમ ટુ ધ જંગલને સેન્સર બોર્ડનું U/A 16+ સર્ટિફિકેટ

23 June, 2026 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ મુજબ ફિલ્મના કેટલાક સંવાદોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અથવા એને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા

સેન્સર બોર્ડે ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે

અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ ૨૬ જૂને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલાં ફિલ્મે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની મંજૂરી મેળવી લીધી છે પણ એના માટે ફિલ્મમાં કુલ ૧૪ જેટલા ફેરફાર કરવા પડ્યા હતા. સેન્સર બોર્ડે ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે. જરૂરી ફેરફારો પૂર્ણ થયા બાદ ૨૦ જૂને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ ફિલ્મના કેટલાક સંવાદોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અથવા એને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા. સંવાદ સિવાય ફિલ્મનાં દૃશ્યોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. CBFCએ ગીતોમાં દર્શાવવામાં આવેલાં બિકિની દૃશ્યો, મહિલાના હિપ્સના ક્લોઝ-અપ શૉટ્સ અને હિપ-મૂવમેન્ટ દર્શાવતાં દૃશ્યોને કાઢી નાખવા અથવા બદલવા કહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દિશા પાટની અને જૅકલિન ફર્નાન્ડિસના કેટલાંક ગ્લૅમરસ દૃશ્યો પણ દૂર કરવામાં આવ્યાં છે.

તમામ ફેરફારો બાદ ફિલ્મને અંતિમ મંજૂરી મળી ગઈ છે. સેન્સર સર્ટિફિકેટ અનુસાર ફિલ્મનો કુલ સમયગાળો ૧૬૪.૫૦ મિનિટ છે.

central board of film certification cbfc upcoming movie ahmed khan akshay kumar Disha Patani jacqueline fernandez raveena tandon anil kapoor sanjay dutt suniel shetty arshad warsi entertainment news bollywood bollywood news