બૉયકૉટ્સનો બૉયકૉટ કરવો જોઈએ : આલિયા

06 August, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં દરેક બાબતને લઈને અને ફિલ્મોને લઈને સેલિબ્રિટીઝને ટ્રોલ કરવામાં આવે છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે બૉયકૉટ્સનો બૉયકૉટ કરવાની વાત કહી છે. સોશ્યલ મીડિયામાં દરેક બાબતને લઈને અને ફિલ્મોને લઈને સેલિબ્રિટીઝને ટ્રોલ કરવામાં આવે છે. તેમની નાની-નાની બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આલિયાનું કહેવું છે કે ભૂલમાંથી જ શીખવા મળે છે. એ વિશે આલિયાએ કહ્યું કે ‘મને નથી લાગતું કે હું ખરાબ વ્યક્તિ છું. એથી હું કદી પણ ખોટું નહીં કહું કે પછી જેને લઈને મારે ડરવાની જરૂર પડે. મિસ્ટેક કરવામાં મને કોઈ વાંધો નથી. હાલમાં તો જો તમે છીંક લો, શ્વાસ લો અથવા તો કારમાંથી પણ બહાર આવતા હો તો તમને ટ્રોલ કરવામાં આવે છે. એથી શું મારે ચિંતા કરવી જોઈએ? ના, જરા પણ નહીં. શું મિસ્ટેક કરીને મારે ચિંતિત થવાની જરૂર છે? ના, જો હું ભૂલ નહીં કરું તો એમાંથી હું કઈ રીતે શીખીશ? અથવા તો મને શું સવાલ કરવામાં આવશે? સામાન્ય રીતે મિસ્ટેક્સ કરવી મને ઠીક લાગે છે, કારણ કે મને નથી લાગતું કે પછી હું કંઈક શીખી શકીશ. ખોટું હોવામાં અને અયોગ્ય હોવામાં મને ઠીક લાગે છે. આપણે ‘કૅન્સલ કલ્ચર’ને જ કૅન્સલ કરવું જોઈએ. આપણે બૉયકૉટને જ બૉયકૉટ કરવા જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips alia bhatt