વિવેક ઓબરોય સ્ટારર ફિલ્મ PM નરેન્દ્ર મોદી થશે 11 એપ્રિલે રિલીઝ

05 April, 2019 08:52 PM IST  | 

વિવેક ઓબરોય સ્ટારર ફિલ્મ PM નરેન્દ્ર મોદી થશે 11 એપ્રિલે રિલીઝ

PM નરેન્દ્ર મોદી થશે 11 એપ્રિલે રિલીઝ

વિવેક ઓબરોય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી જે હવે 11 એપ્રિલે રિલીઝ થશે. વિવાદોને કારણે ફિલ્મની રિલીઝની તારીખ 2-3 વાર બદલવામાં આવી હતી ત્યારબાદ હવે ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થશે

કેટલાક રાજકિય પક્ષોએ ફિલ્મ સામે આચારસંહિતા ભંગ થતી હોવાના આક્ષેપ મુક્યા હતા અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી. આ પહેલા પણ બે કોર્ટ આ વિરોધની અરજીને ફગાવી દિધી છે જેના કારણે વિપક્ષી પક્ષોએ સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મને 11 એપ્રિલના રિલીઝ કરવામાં આવશે. આ દિવસે લોકસભા ચૂંટણીના પહેલા ચરણની શરુઆત થશે જેના કારણે આચાર સહિતાનો ભંગ પણ નહી થાય અને અન્ય પક્ષોને પણ સમસ્યા ન થાય.

 

આ પણ વાંચો: જૉન અબ્રાહમઃ મોડેલિંગથી હીરો સુધી, ફોટોઝમાં જુઓ આ ધાંસુ હીરોની જર્ની

 

આ બાબતે વિવેક ઓબરોય અને ડિરેક્ટર સંદિપ સિંહ પહેલા જ ચૂંટણી પંચને મળી ચૂક્યા છે. ફિલ્મની કાસ્ટ અને ટીમે વિશ્વાસ અપાવ્યો છે કે ફિલ્મનો પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. ઘણી વાર ફિલ્મની તારીખ બદલ્યા પછી હવે ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થશે.

narendra modi