ન માસ્ક, ન હેલ્મેટ: વિવેક ઑબેરૉયને બાઇક રાઇડ ભારે પડી

21 February, 2021 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન માસ્ક, ન હેલ્મેટ: વિવેક ઑબેરૉયને બાઇક રાઇડ ભારે પડી

વિવેક ઑબેરૉયે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે હેલ્મેટ અને માસ્ક વિના બાઇક ચલાવી હતી એથી તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાઇક પર તેની સાથે વાઇફ પ્રિયંકા અલવા-ઑબેરૉય પણ હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાઇક-રાઇડનો વિડિયો વિવેકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. બન્નેએ માસ્ક નહોતા પહેર્યા. વિવેકના આ વિડિયોને સોશ્યલ ઍક્ટિવિસ્ટ બિનુ વર્ગીઝે શૅર કરીને ગૃહપ્રધાન અનિલ દેશમુખ, મુંબઈ પોલીસ, બીએમસીને ટૅગ કર્યા હતા એથી સાંતાક્રુઝ ડિવિઝનના મુંબઈ પોલીસે તેને માટે ૫૦૦ રૂપિયાનું ચલાન કાપ્યું છે. વિવેકના આ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને સોશ્યલ ઍક્ટિવિસ્ટ બિનુ વર્ગીઝે ટ્વીટ કર્યું હતું, ‘ઍક્ટર વિવેક ઑબેરૉયે હેલ્મેટ અને માસ્ક ન પહેરીને ટ્રાફિકના નિયમોની સાથે સલામતીના નિયમો પણ તોડ્યા છે. એનાથી યુવાઓને ખોટો સંદેશો જાય છે એથી તેને દંડ ફટકારવો જોઈએ.’

તેને ભૂલ સમજાતાં ટ્વિટર પર વિવેકે ટ્વીટ કર્યું હતું, ‘પ્યાર હમેં કિસ મોડ પે લે આયા! નિકલે થે નઈ બાઇક પર હમ ઔર હમારી જાન, બિના હેલ્મેટ કે કટ ગયા ચાલાન! જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો મુંબઈ પોલીસ તમને નહીં છોડે. સલામતી હંમેશાં ખૂબ અગત્યની છે એ અહેસાસ મને કરાવવા બદલ મુંબઈ પોલીસનો આભાર. સલામત રહો, હેલ્મેટ અને માસ્ક પહેરો.’

entertainment news bollywood bollywood news bollywood ssips vivek oberoi