‘યુવા’ના શૂટિંગ દરમ્યાન પગ તૂટ્યો હતો વિવેક ઑબેરૉયનો

23 May, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ ફિલ્મને ગઈ કાલે ૧૭ વર્ષ થયાં હતાં

વિવેક ઑબેરૉય

મણિ રત્નમની ફિલ્મ ‘યુવા’ના શૂટિંગ દરમ્યાન વિવેક ઑબેરૉયનો પગ તૂટ્યો હતો. એ ફિલ્મને ગઈ કાલે ૧૭ વર્ષ થયાં હતાં જેમાં અભિષેક બચ્ચન, અજય દેવગન, રાની મુખરજી, કરીના કપૂર ખાન, ઈશા દેઓલ, ઓમ પુરી અને સોનુ સૂદે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગને યાદ કરતાં વિવેકે કહ્યું હતું, ‘મિષ્ટી જે જગ્યાની ફેમસ છે એ જગ્યાએ એટલે કે કલકત્તાના ફેમસ બ્રિજની નીચે ૧૭ વર્ષ પહેલાં મારો પગ તૂટ્યો હતો. ક્રિટિકલ કૅરમાં સર્જરી માટે મને ઍરલિફ્ટ કરવામાં આવ્યો હતો અને મને એ ફિલ્મનાં ક્રિટિક્સ દ્વારા ખૂબ વખાણ કરવામાં આવ્યાં હતાં. ખૂબ જ ક્રેઝી મુસાફરી હતી. આ માટે મને મળેલા અવૉર્ડને હું આજે પણ જોઈને યાદોને તાજી કરું છું. અજય, અભિષેક અને મેં શૂટિંગ દરમ્યાન ખૂબ મસ્તી કરી હતી.’

entertainment news bollywood bollywood news vivek oberoi mani ratnam abhishek bachchan ajay devgn rani mukerji kareena kapoor esha deol om puri sonu sood