વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

19 September, 2021 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

રાધિકા મદાન

રાધિકા મદનનું માનવું છે કે વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને કારણે તેનું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું છે. રાધિકાએ ૨૦૧૪માં ‘મેરી આશિકી તુમસે હી’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે વસન બાલાની ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં અને વિશાલ ભારદ્વાજની ‘પટાખા’માં કામ કર્યું હતું એથી તેમનો આભાર વ્યક્ત કરતાં રાધિકાએ કહ્યું હતું કે ‘મારા પહેલા બે પ્રોજેક્ટ્સમાં જ મને આ બન્ને સાથે કામ કરવાની તક મળી એથી હું તેમની આભારી છું. તેમને કારણે જ મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું છે. ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

bollywood news bollywood gossips bollywood entertainment news