‘ફૉરેન્સિક’માં દેખાશે રાધિકા અને વિક્રાન્ત

28 July, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશાલ ફુરિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક ગઈ કાલે જ શૅર કરવામાં આવ્યો હતો

વિક્રાન્ત મેસી અને રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે અને વિક્રાન્ત મેસી હવે સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર ‘ફૉરેન્સિક’માં જોવા મળશે. વિશાલ ફુરિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક ગઈ કાલે જ શૅર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને સોહમ રૉકસ્ટાર એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મિની ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘થ્રિલર ફિલ્મને નરેટ કરવાનો એક ચોક્કસ રસ્તો છે અને ‘ફૉરેન્સિક’ દ્વારા એ વધુ ઇન્ટરેસ્ટિંગ બનશે. હું આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. વિક્રાન્ત અને મારા ડિરેક્ટર વિશાલ સાથે કામ કરવા માટે પણ આતુર છું. વિશાલનું આ ફિલ્મને લઈને વિઝન ખૂબ જ ચોક્કસ છે.’

વિક્રાન્ત અને વિશાલે અગાઉ ‘ક્રાઇમ જસ્ટિસ’માં પણ સાથે કામ કર્યું હતું. આ વિશે વાત કરતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે ફિલ્મ માટે સૌથી મહત્ત્વની સ્ટોરી હોય છે. ડિરેક્ટર વિશાલ ફુરિયાએ જ્યારે મને આ સ્ક્રિપ્ટ કહી ત્યારે એક ઍક્ટર અને એક દર્શક તરીકે પણ મને એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ આવ્યો હતો.’

entertainment news bollywood bollywood news upcoming movie vikrant massey radhika apte