દોસ્તાના 2માં કાર્તિક આર્યનને બદલે જોવા મળશે વિક્રાન્ત મેસી

26 September, 2025 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં વિક્રાન્તે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને ધર્મા પ્રોડક્શન્સમાં પોતાનો પહેલો પ્રોજેક્ટ મળ્યો છે

કાર્તિક આર્યન, વિક્રાન્ત મેસી

કરણ જોહરની ‘દોસ્તાના 2’ માં કાર્તિક આર્યનની જગ્યાએ વિક્રાન્ત મેસીને સાઇન કરવામાં આવ્યો છે. હકીકતમાં આ ફિલ્મ માટે કાર્તિક આર્યન, લક્ષ્ય લાલવાણી અને જાહ્‌નવી કપૂરને સાઇન કરવામાં આવ્યાં હતાં, પણ પછી આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. હવે ફરી આ પ્રોજેક્ટ ચર્ચામાં છે. હાલમાં વિક્રાન્તે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને ધર્મા પ્રોડક્શન્સમાં પોતાનો પહેલો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ વિશેની વિગતો જણાવતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘હું ‘દોસ્તાના 2’ કરી રહ્યો છું. આ મારી ધર્મા પ્રોડક્શન્સ સાથેની પહેલી ફિલ્મ છે. ‘દોસ્તાના 2’માં તમને હું ડિઝાઇનર કપડાં અને ફૅન્સી ચશ્માંમાં જોવા મળીશ. લક્ષ્ય લાલવાણી પણ આ ફિલ્મનો ભાગ છે અને તેનું શૂટિંગ યુરોપમાં થઈ રહ્યું છે. આ ફિલ્મની લીડ ઍક્ટ્રેસની જાહેરાત કરણસર જ કરશે, કારણ કે આ એક મોટી અનાઉન્સમેન્ટ છે. હું આ વિશે કંઈ નહીં કહી શકું.’

kartik aaryan vikrant massey dostana entertainment news bollywood bollywood news upcoming movie latest films dharma productions karan johar janhvi kapoor