સોશ્યલ મીડિયામાં ફરતા ખોટા મેસેજિસથી લોકોને સાવધ કર્યા વિક્રમે

10 May, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલની સ્થિતિને જોતાં આપણે પણ જવાબદાર બનવું જોઈએ. મહામારીની આ બીજી લહેર છે. આના માટે આપણે જ જવાબદાર છીએ. એનાથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.’

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટે કોરોનાના ઉપચારને લઈને જે પણ મેસેજિસ સોશ્યલ મીડિયામાં ફરે છે એને લઈને લોકોને સાવધ કર્યા છે. સાથે જ જે પ્રકારે જરૂરતમંદ લોકોની મદદ કરવામાં આવે છે એની પણ પ્રશંસા કરી છે. એ વિશે વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘વૉટ્સઍપ ગ્રુપ્સ અને લાખો મેસેજિસ આવે છે કે જેમાં કોવિડના ઉપચાર અને એનાથી બચવાના જે પણ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે એ બધા પાયાવિહોણા છે. આ કપરા સમયમાં એક વસ્તુ છે જેને જોઈને મને ખુશી થાય છે અને એ એ છે કે લોકો નિઃસ્વાર્થભાવે એકબીજાની મદદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી અજાણ્યા લોકોને સાથ આપી રહ્યા છે. ઑક્સિજન સિલિન્ડર્સ, જમવાનું, જરૂરતમંદ લોકોની સહાય કરવાનું કામ સ્વયંસેવકો કરી રહ્યા છે. આ ખરું ભારત છે. આવી જ ઝલક આપણે ૨૦૦૫ના જુલાઈમાં મુંબઈમાં આવેલા પૂરમાં જોઈ હતી. માનવતાની મહેંક અને સાયન્સ આ વાઇરસને જરૂર હરાવશે. હાલની સ્થિતિને જોતાં આપણે પણ જવાબદાર બનવું જોઈએ. મહામારીની આ બીજી લહેર છે. આના માટે આપણે જ જવાબદાર છીએ. એનાથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.’

bollywood news bollywood bollywood gossips entertainment news vikram bhatt