Vikram Vedha: હ્રિતિકની સલાહ માની અટવાયા મેકર્સ, હવે લેશે આ પગલાં

29 June, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મના બજેટને લઈને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળી બધા ચોંકી જશે.

હ્રિતિક રોશન (ફાઈલ તસવીર)

બૉલિવૂડના મોસ્ટ હેન્ડસમ હંક હ્રિતિક રોશન ટૂંક સમયમાં જ ફિલ્મ `વિક્રમ વેધા` દ્વારા મોટા પડદા પર કમબૅક કરવાનો છે. આ ફિલ્મ વર્ષ 2022ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી  `વિક્રમ વેધા` ચર્ચામાં છવાયેલી છે. હ્રિતિક રોશન સાથે આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ લીડ રોલમાં જોવવા મળશે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવે છે, તેમ-તેમ આની ચર્ચાઓ વધારે ઝડપી થતી જાય છે. આ ફિલ્મના બજેટને લઈને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળી બધા ચોંકી જશે.

રિલીઝમાં થશે મોડું?
વર્ષ 2022ની મોસ્ટ અવેઇટેડ બૉલિવૂડ ફિલ્મોમાંની એક `વિક્રમ વેધા` સાઉથની એક બ્લૉકબસ્ટર ફિલ્મની હિંદી રીમેક છે. સિનેમાપ્રેમી આ ફિલ્મના રિલીઝ થવાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ ફિલ્મ રિલીઝને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક મીડિયા રિપૉર્ચ પ્રમાણે ફિલ્મની રિલીઝ ડિલે થઈ શકે છે. કારણકે ગરબડ થયેલા બજેટે મેકર્સની બધી પ્લાનિંગ ખોરવી દીધી છે. હકિકતે, ઓરિજનલ ફિલ્મના રાઈટર અને નિર્દેશક પુષ્કર અને ગાયત્રી જ આની હિન્દી રીમેકનું નિર્દેશન કરી રહ્યા છે. તે આ ફિલ્મને સાઉથની ફિલ્મ જેમ જ લિમિટેડ બજેટમાં બનાવવા માગતા હતા, પણ ફિલ્મના લીડ અભિનેતા હ્રિતિક રોશનને કારણે તેમનું બજેટ બગડી ગયું.

હ્રિતિકને કારણે ખોરવાયું બજેટ
નોંધનીય છે કે મેકર્સે બૉલિવૂડ ફિલ્મનું બજેટ સાઉથની ફિલ્મની તુલનામાં વધારે રાખવામાં આવ્યું હતું. રિપૉર્ટ્સ પ્રમાણે બૉલિવૂડના જાણીતા અભિનેતા હ્રિતિક રોશને મેકર્સને ઘણાં એવા આઇડિયાઝ આપ્યા હતા. જે તેમના હિસાબે બૉક્સ ઑફિસ પર સફળતા મંત્ર બની શકે છે. પણ હ્રિતિકની સલાહ મેકર્સને ભારે પડી. એટલું જ નહીં અભિનેતાએ ઘણી જગ્યાએ શૂટિંગ કરવાની પણ ના પાડી દીધી.

દુબઈમાં થયું ફિલ્મનું શૂટિંગ
રિપૉર્ટ પ્રમાણે, આઇડિયાઝની સાથે-સાથે હ્રિતિકે મેકસ્ને શૂટિંગની જગ્યા બદલવા પણ મજબૂર કર્યા. હકિકતે, મેકર્સ ઇચ્છતા હતા કે ફિલ્મ યૂપીમાં શૂટ કરવામાં આવે જેથી કૉલિવૂડની `વિક્રમ વેધા`ની જેમ આને પણ એકદમ રૉ ફીલ આપવામાં આવી શકે. પણ હ્રિતિકે યૂપીમાં શૂટિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. આની સાથે જ તેણે મેકર્સને પણ એવી સલાહ આપી કે દુબઈમાં એવો સેટ બનાવવામાં આવે જે યૂપી જેવો લાગે. દુબઈમાં આ સેટ બનાવવાથી મેકર્સનું બધું બજેટ ખોરવાઈ ગયું.

bollywood news bollywood bollywood gossips entertainment news hrithik roshan