‘વિક્રમ વેધા’એ મારી અંદરના પાગલપનને બહાર કાઢવામાં મદદ કરી : હૃતિક રોશન

29 May, 2023 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IIFAમાં તેને આ ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટરનો મળ્યો અવૉર્ડ

હૃતિક રોશન

હૃતિક રોશનને IIFA ૨૦૨૩માં ‘વિક્રમ વેધા’ માટે બેસ્ટ ઍક્ટર ઇન અ લીડિંગ રોલથી નવાજવામાં આવ્યો છે. આ ફિલ્મ તામિલની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ જોવા મળ્યો હતો. અવૉર્ડ સ્વીકારતાં હૃતિક રોશને કહ્યું કે ‘હું ઘણાં વર્ષો સુધી વેધાના મારા પાત્રને જીવતો હતો. અબુ ધાબીમાં જ એની શરૂઆત થઈ હતી. મેં વેધા તરીકે પહેલો શૉટ અહીં આપ્યો હતો. એવું લાગે છે કે લાઇફ એક સર્કલ જેવી છે. વેધાએ મારી અંદરના પાગલપનને બહાર કાઢવામાં મદદ કરી હતી. થૅન્ક યુ યુનિવર્સ. એ પાગલપનને ખોજી કાઢવા માટે અને એ પાગલપનને પકડી રાખવા માટે જરૂરી એ સ્ટ્રેંગ્થને જાળવી રાખવા માટે થૅન્ક યુ વેધા.’

અબુ ધાબીમાં આયોજિત આ અવૉર્ડ ફંક્શનમાં અન્ય ફિલ્મોએ પણ બાજી મારી છે
નામ અવૉર્ડ ફિલ્મ
આલિયા ભટ્ટ બેસ્ટ ઍક્ટર ઇન અ લીડિંગ રોલ (ફીમેલ) ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
અજય દેવગન બેસ્ટ ફિલ્મ ‘દૃશ્યમ 2’
આર. માધવન બેસ્ટ ડિરેક્ટર ‘રૉકેટ્રી : ધ નામ્બી ઇફેક્ટ’
અનિલ કપૂર બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (મેલ) ‘જુગ જુગ જીયો’
શ્રેયા ઘોષાલ બેસ્ટ પ્લૅબૅક સિંગર (ફીમેલ) ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’
અરિજિત સિંહ બેસ્ટ પ્લેબૅક સિંગર (મેલ) ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’
મૌની રૉય બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (ફીમેલ) ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’
entertainment news bollywood news bollywood gossips bollywood hrithik roshan