હમ્ઝાનું પાત્ર શાહરુખ ખાનને ભજવવું હતું : વિજય વર્મા

19 August, 2022 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડાર્લિંગ્સ’માં વિજયે અબ્યુઝિવ હસબન્ડ હમ્ઝાનું પાત્ર ભજવ્યું હતું

વિજય વર્મા

વિજય વર્માનું કહેવું છે કે હમ્ઝાનું પાત્ર શાહરુખ ખાન પણ ભજવવા માગતો હતો. શાહરુખ અને આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘ડાર્લિંગ્સ’માં વિજયે અબ્યુઝિવ હસબન્ડ હમ્ઝાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તેનાં ઘણાં વખાણ પણ કરવામાં આવ્યાં હતાં. આ પાત્ર જોઈને​ વિજયની મમ્મીને ટેન્શન થઈ ગયું હતું કે તેની સાથે હવે કોઈ લગ્ન નહીં કરે. આ પાત્ર વિશે વાત કરતાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે ​રેડ ચિલીઝમાંથી કોઈએ કહ્યું હતું કે શાહરુખ સરે જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તેમણે કહ્યું હતું કે જો તેઓ યુવાન હોત તો આ પાત્ર તેમણે જ ભજવ્યું હોત. મારા માટે એ સાંભળવું પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું. આ પણ એક કારણ હતું કે મેં આ પાત્ર પસંદ કર્યું, કારણ કે જો શાહરુખ ખાન એને કરવાનું વિચારી શકે તો એ મોટી વાત કહેવાય. તેઓ દુનિયાભરના સ્વીટહાર્ટ છે અને જો તેઓ અબ્યુઝિવ પતિનું પાત્ર ભજવી શકે તો હું કોણ? આ રોલ કરવાનો મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો, પરંતુ મને ખુશી છે કે લોકોને એ પસંદ પડ્યો.’

entertainment news bollywood bollywood news netflix alia bhatt shefali shah Shah Rukh Khan