શાહરુખ ખાન ક્યારેય એવું નહોતો લાગવા દેતો કે તે વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે : વિજય સેતુપતિ

19 January, 2023 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય સેતુપતિ મેરી ક્રિસમસ’માં કૅટરિના કૈફ સાથે દેખાવાનો છે.

વિજય સેતુપતિ

વિજય સેતુપતિનું કહેવું છે કે શાહરુખ ખાન જેન્ટલમૅન છે. આ બન્ને ફિલ્મમેકર ઍટલીની ‘જવાન’માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને શાહરુખના રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. આ વર્ષે બીજી જૂને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. શાહરુખની પ્રશંસા કરતાં વિજય સેતુપતિએ કહ્યું કે ‘ફિલ્મ ‘જવાન’માં ઍટલી અને શાહરુખ સર સાથે કામ કરવાની મજા આવી હતી. શાહરુખ ખાન જેન્ટલમૅન છે. તેઓ કદી પણ એવું નહોતા દેખાડતા કે તેઓ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી કાર્યરત છે અને પોતે સુપરસ્ટાર છે. હું હંમેશાં મારા કો-ઍક્ટર્સ સાથે સીન્સ વિશે ચર્ચા કરું છું. એ જ   રીતે હું તેમની સાથે પણ ચર્ચા કરતો હતો. હું તેમને કહેતો કે ‘સૉરી સર, હું તમને ડિસ્ટર્બ કરું છું.’ તો તેઓ કહેતા કે ‘ના વિજય, બોલ.’ હું તેમની સાથે કામ કરીને સહજ અનુભવતો હતો. તેઓ ખૂબ સ્વીટ છે.’

‘મુંબઈકર’ દ્વારા વિજય સેતુપતિએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. હવે તે ‘મેરી ક્રિસમસ’માં કૅટરિના કૈફ સાથે દેખાવાનો છે. એ વિશે વિજય સેતુપતિએ કહ્યું કે ‘શ્રીરામ રાઘવન સરની ‘મેરી ક્રિસમસ’માં મેં કામ કર્યું છે. શ્રીરામ રાઘવન, તેમની ટીમ અને કૅટરિના સાથે કામ કરવું સારું લાગ્યું છે. એને મેં ખૂબ એન્જૉય કર્યું અને ઘણુંબધું શીખ્યો પણ હતો.’

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan upcoming movie