હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા

26 January, 2023 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે.

હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા

વિજય દેવરાકોન્ડા હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો થોડો ભાગ ખરીદીને એનો કો-ઓનર બન્યો છે. વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે. તેણે પોતાની આ ટીમને શુભેચ્છા આપવા કહ્યું છે. ૪ ફેબ્રુઆરીએ પ્રાઇમ વૉલીબૉલ લીગની શરૂઆત થવાની છે. વૉલીબૉલ ટીમનો કો-ઓનર બનવાની જાહેરાત કરતાં તેણે એક વિડિયો શૅર કર્યો છે. એમાં ટીમ પણ દેખાય છે. એ ​વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજય દેવરાકોન્ડાએ કૅપ્શન આપી હતી, ‘મેં એક સ્પોર્ટ્સ ટીમનો થોડો હિસ્સો ખરીદ્યો છે. હૈદરાબાદ બ્લૅકહૉક્સ એક નીડર ટીમ છે. આ સુંદર, ધમાકેદાર વૉલીબૉલ ટીમનો ભાગ બનવાની મને ખુશી છે. આશા છે કે અમે તેલુગુ રાજ્યને ગર્વ અપાવીશું અને પ્રાઇમ વૉલીબૉલ લીગની ૨૦૨૩ની સીઝન જીતીશું.’

entertainment news bollywood news bollywood gossips bollywood vijay deverakonda pro volleyball league