યુકેમાં ‘નીયત’નું શૂટિંગ શરૂ કર્યું વિદ્યા બાલને

12 May, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યા બાલને તેની આગામી ફિલ્મ ‘નીયત’નું શૂટિંગ મંગળવારથી શરૂ કર્યું છે.

યુકેમાં ‘નીયત’નું શૂટિંગ શરૂ કર્યું વિદ્યા બાલને

વિદ્યા બાલને તેની આગામી ફિલ્મ ‘નીયત’નું શૂટિંગ મંગળવારથી શરૂ કર્યું છે. આ શૂટિંગ હાલમાં યુકેમાં થઈ રહ્યું છે. ‘શકુંતલા દેવી’ના ડિરેક્ટર અનુ મેનન સાથે વિદ્યા ફરી કામ કરી રહી છે. આ ફિલ્મને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો અને અબુન્દન્તિયા એન્ટરટે​ઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી અનુ મેનને અદ્વૈતા કાલા અને ગ્રિવાની ​ધ્યાની સાથે મળીને લખી છે. આ ફિલ્મના ડાયલૉગ કૌસર મુનીર દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વિદ્યાની સાથે રામ કપૂર, રાહુલ બોઝ, મિતા વશિષ્ઠ, નીરજ કાબી, શહાના ગોસ્વામી, અમ્રિતા પુરી, દીપાન્નિતા શર્મા, શશાંક અરોરા, પ્રાજક્તા કોલી અને દાનેશ રાઝવી પણ જોવા મળશે.

bollywood news entertainment news vidya balan