Vidya Balanને સાડી છોડી પહેર્યુ છાપું,સોશિયલ મીડિયામાં વાયરલ થયું ફોટોશૂટ જુઓ પોસ્ટ

07 March, 2023 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોટાભાગે સાડીમાં જોવા મળતી વિદ્યા બાલન(Vidya Balan Photoshoot)એ અચાનક માત્ર છાપું પહેરી ફોટોશૂટ કરાવ્યું હોવાથી લોકોના હોંશ ઉડી ગયા.. આખરે આ ફોટોશૂટ શેના માટે છે?શું છે ફોટો પાછળની સ્ટોરી? જાણો...

તસવીર સૌ. ડબ્બુ રતનાની ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગ દ્વારા લોકોને દિવાના બનાવનાર અભિનેત્રી વિદ્યા બાલન (vidya Balan)આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી અવારનવાર પોતાની ફની રીલ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. તે જ સમયે તાજેતરમાં અભિનેત્રીનો આવો લુક ઇન્ટરનેટ પર જોવા મળ્યો છે. જેણે ચાહકોના હોશ ઉડાવી દીધા છે.

વિદ્યા બાલને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું
ખરેખર, અભિનેત્રીએ તાજેતરમાં પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની સાથે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે કપડા વગર અખબાર સાથે પોઝ આપતી જોવા મળી હતી. ડબ્બૂએ અભિનેત્રીનો આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટામાં વિદ્યા કોફી ટેબલ પર કપડા વગરના અખબારથી પોતાનું શરીર ઢાંકીને કેમેરા માટે પોઝ આપી રહી છે. તેણે હાથમાં કપ લીધો છે અને તેની આંખો પર કાળા ચશ્મા લગાવ્યા છે. અભિનેત્રીએ ખુલ્લા કર્લી હેરસ્ટાઈલ  અને ગ્લોસી મેકઅપ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો. બીજી તરફ વિદ્યાના આ ફોટાએ ફરી એકવાર ચાહકોના હોંશ ઉડાવી દીધા છે અને તેઓ કોમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્દીકીના અંગત જીવનની ઉથલ-પાથલ પર બોલી કંગના, જાણો શું કહ્યુ?

ચાહકોએ આવી પ્રતિક્રિયા આપી
ડબ્બુની આ પોસ્ટ પર કોમેન્ટ કરતા યુઝરે વિદ્યાના વખાણ કર્યા અને લખ્યું, `ફાયર.` જ્યારે બીજાએ લખ્યું, `ખૂબ જ સરસ ફોટો.` જોકે કેટલાક લોકોને વિદ્યાનો આ લૂક બિલકુલ પસંદ આવ્યો નથી અને તેઓએ તેના માટે ઘણી નકારાત્મક ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, `તે એક એડલ્ટ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે.`, આ સિવાય બીજાએ લખ્યું કે, `કપડે તો પહને દેતે ફોટોશૂટ કે લિયે.` તમને જણાવી દઈએ કે હાલમાં વિદ્યા બાલન ફિલ્મથી દૂર છે. પરંતુ આગામી દિવસોમાં તે એક મોટા પ્રોજેક્ટમાં જોવા મળશે. 

vidya balan bollywood news entertainment news dabboo ratnani