માધુરી અને વિદ્યા આમનેસામને?

17 April, 2024 06:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂલભુલૈયા 3માં બન્ને આમી જે તોમાર ગીત પર ડાન્સ કરતાં દેખાશે એવી ચર્ચા

માધુરી દીક્ષિત , વિદ્યા બાલન

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 3’માં માધુરી દીક્ષિત નેને અને વિદ્યા બાલન આમનેસામને જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સિરીઝની પહેલી ફિલ્મમાં જોવા મળેલી વિદ્યા બાલન ફરી ત્રીજી ફિલ્મમાં જોવા મળવાની છે. તે નાનકડી પરંતુ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે હવે એવી ચર્ચા ચાલી રહી છે કે આ સિરીઝના ફેમસ સૉન્ગ ‘આમી જે તોમાર’માં તેની સાથે માધુરી પણ ડાન્સ કરશે. પહેલી ફિલ્મમાં આ ગીત પર વિદ્યાએ ખૂબ જ જોરદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. જોકે હવે તેની સાથે આ ગીતમાં માધુરી પણ છે જે તેના ડાન્સ અને તેની અદા માટે જાણીતી છે. આ ગીતને ખૂબ જ ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવશે એવી ચર્ચા છે. આ ફિલ્મમાં માધુરીના પાત્રને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરશે એ વિશે જણાવવામાં નથી આવ્યું, પરંતુ તે ડાન્સમાં જોવા મળશે એ વાતે જોર પકડ્યું છે.

entertainment news vidya balan madhuri dixit kartik aaryan bollywood buzz bollywood news bollywood upcoming movie