વિકી કૌશલે શરૂ કર્યું `સેમ બહાદૂર`નું શૂટ, સાથે દેખાયાં સાન્યા અને ફાતિમા

08 August, 2022 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સેમના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

ફાઈલ તસવીર

બૉલિવૂડ એક્ટર વિકી કૌશલે પોતાની આગામી ફિલ્મ સેમ બહાદૂરનું શૂટ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ ભારતના સૌથી જાંબાઝ વૉર હીરો અને પહેલા ફીલ્ડ માર્શન, સેમ માનેકશૉના જીવન પર આધારિત છે. જેના પાત્રમાં ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

આ ફિલ્મમાં વિકી સાથે દંગલ ગર્લ્સ સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ જોવા મળશે. આ ત્રણેય સિતારા પહેલી વાર એક સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરવાના છે. ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે, વિકી અને મેઘનાની આ જોડી આ પહેલા ફિલ્મ રાઝીમાં સાથે કામ કરી ચૂકી છે. તો રોની સ્ક્રૂવાલા આ ફિલ્મને પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં સિનેમાઘરોમાં જોવા મળશે.

વિકી કૌશલે ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેમ બહાદૂરનો BTS વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં સેમ બહાદૂર તરીકે વિકી કૌશલને તેના કૉ-સ્ટાર્સ, સાન્યા અને ફાતિમા સાથે બતાવવામાં આવ્યા છે. આ વીડિયો સેમ બહાદૂર તરીકે વિકીના અદ્ભૂત ટ્રાન્સફૉર્મેશન અને તેમના ટેબલ રીડ સેશનથી લઈને મેઘના ગુલઝાર અને તેમની ટીમના રીડિંગ સેશન, જેમાં તે સંપૂર્ણ ઉત્સાહથી રિયલિસ્ટિક કેરેક્ટર્સના પોટ્રેયલને રિ-ઇમેજિન કરી રહ્યા છે.

આ વીડિયો શૅર કરતા વિકી કૌશલે કૅપ્શનમાં લખ્યું, "આ નવી જર્ની શરૂ કરવા માટે ઘણો ઘણો આભાર...ઇન્ડિયન આર્મી તરફથી મળતા સપૉર્ટ માટે આભાર." જણાવવાનું કે વર્ષ 2021 સેમ માનેકશૉની બર્થ એનિવર્સરીના સમયે વિકી કૌશલે સેમ બહાદૂરની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે ફિલ્મમાં વિકી કૌશલ સેમ માનેકશૉના રોલમાં દેખાવાનો છે. તો સાન્યા મલ્હોત્રા તેની પત્ની સિલ્લો માનેકશૉ અને ફાતિમા સના શેખ ઇન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. સેમ માનેકશૉએ સેનામાં પોતાના કરિઅરના લગભગ ચાર દાયકા અને પાંચ યુદ્ધ લડ્યા હતા. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમના સૈન્યની જીતને કારણે જ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.

vicky kaushal fatima sana shaikh sanya malhotra bollywood news bollywood bollywood gossips entertainment news