01 March, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે (તસવીરો : રાણે આશિષ)
ગઈ કાલે શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે અને સોનાલી બેન્દ્રે.
વિકીની છાવા હવે તેલુગુમાં થશે રિલીઝ
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ હિન્દી બેલ્ટમાં ધમાલ મચાવી રહી છે. હવે તેલુગુમાં પણ આ ફિલ્મનો જાદુ જોવા મળશે. ફૅન્સની ભારે ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ‘છાવા’ને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. લેટેસ્ટ માહિતી પ્રમાણે ૨૦૨૫ની ૭ માર્ચે આંધ્ર પ્રદેશનાં થિયેટર્સમાં તેલુગુમાં ‘છાવા’ રિલીઝ થશે.
૪૦૦ કરોડ પાર
‘છાવા’એ ભારતમાં બુધવાર સુધીમાં બૉક્સ-ઑફિસ પર ૩૯૭.૮૬ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું એ જોતાં ગઈ કાલે એનું કલેક્શન ૪૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું.
છત્તીસગઢમાં પણ ટૅક્સ-ફ્રી
છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાયે ગઈ કાલે તેમના રાજ્યમાં ‘છાવા’ને ટૅક્સ-ફ્રી કરવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ માત્ર એક ફિલ્મ નહીં પણ આપણી ઐતિહાસિક પરંપરાઓ, સાહસ અને આત્મસન્માનને અંજલિ છે; છત્રપતિ સંભાજી મહારાજના વારસાને સમજવા દરેક નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ. આ પહેલાં મધ્ય પ્રદેશ અને ગોવામાં પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવામાં આવી છે.