ફે​વરિટ સિટીમાં રોમૅન્ટિક

10 May, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો પણ તેમની આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ન્યુ યૉર્કમાંથી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘દરેક માટે ઘર જેવું છે, મારી આ ફેવરિટ પ્લેસ છે.’

ફે​વરિટ સિટીમાં રોમૅન્ટિક

વિકી કૌશલ અને કૅટરિના કૈફ તેમની ફેવરિટ પ્લેસ ન્યુ યૉર્ક ગયાં છે. આ બન્નેનાં લગ્ન ૨૦૨૧ની ૯ ડિસેમ્બરે થયાં હતાં અને તેમનાં લગ્નને પાંચ મહિના થઈ ગયા છે. એથી એ દિવસને માણવા તેઓ તેમના મનપસંદ શહેરમાં ગયાં છે. વિકીએ વાઇટ ટી-શર્ટ અને જીન્સ પર જૅકેટ પહેર્યાં છે. તો કૅટરિનાએ ગ્રીન ટી-શર્ટ અને જીન્સ પર જૅકેટ પહેર્યાં છે. આ ન્યુલી મૅરિડ કપલ પોતાના રોમૅન્ટિક ફોટો તેમના ફૅન્સ સાથે સતત શૅર કરતાં જોવા મળે છે. આ સાથે જ કૅટરિનાએ ફૂડની પ્લેટ પણ શૅર કરી હતી. લોકો પણ તેમની આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. ન્યુ યૉર્કમાંથી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘દરેક માટે ઘર જેવું છે, મારી આ ફેવરિટ પ્લેસ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news vicky kaushal katrina kaif