હા યાર, એ મુંજ્યાવાળા છોકરાને લઈ લો, આમ કહીને કિંગ માટે શાહરુખ ખાને કર્યું હતું અભય વર્માનું સિલેક્શન

31 August, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મુંજ્યા’ બાદ લોકપ્રિય બનેલા અભય વર્માએ ખુલાસો કર્યો છે કે શાહરુખ ખાને તેનું કામ જોઈને ‘કિંગ’ના રોલ માટે તેને પસંદ કરવાની ભલામણ કરી હતી. આ વાતને અભયે પોતાના જીવનનું મોટું આશીર્વાદ ગણાવ્યું છે.

ફિલ્મ મુંજ્યામાં અભય વર્મા

‘મુંજ્યા’ અને ‘ઑપરેશન સફેદ સાગર’ પછી અભય વર્માની લોકપ્રિયતામાં વધારો થયો છે. હવે તે શાહરુખ ખાનને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની મેગા બજેટ ફિલ્મ ‘કિંગ’માં પણ જોવા મળશે. અભય આ ઍક્શન ડ્રામામાં એક મહત્ત્વના અને ટર્નિંગ પૉઇન્ટ સમાન યુવા પાત્રમાં જોવા મળશે.
હાલમાં અભયે ‘કિંગ’માં સિલેક્શન થવાના ઘટનાક્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે મને ખબર પડી કે શાહરુખ સરે મારું કામ જોયું અને તેમણે ખુદ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સરને કહ્યું કે ‘હા યાર, એ મુંજ્યાવાળા છોકરાને લઈ લો, આ રોલ માટે તે ખૂબ સારો રહેશે’ ત્યારે મારા માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. શાહરુખ સર સુધી મારું કામ પહોંચ્યું અને તેમણે મને આ મોટા પ્રોજેક્ટ માટે યોગ્ય માન્યો એ મારા જીવનના સૌથી મોટા આશીર્વાદ છે.’

abhay verma Shah Rukh Khan king upcoming movie latest films indian films indian cinema entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood