કન્ટેન્ટ અને કમર્શિયલ ફિલ્મમાં બૅલૅન્સ જાળવે છે વરુણ

03 July, 2022 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે જ્યારે મોટા બજેટની કમ‌ર્શિયલ ફિલ્મોમાં કામ કરો તો સ્વાભાવિક છે કે તમારા પર ભારે પ્રેશર રહે છે અને આપણે સૌ સલામત રીતે એ ઇન્વેસ્ટમેન્ટ રિકવર થાય એના પર ધ્યાન આપીએ છીએ

વરુણ ધવન

વરુણ ધવન કન્ટેન્ટ અને કમર્શિયલ ફિલ્મોમાં બૅલૅન્સ રાખે છે. તેની ‘જુગ જુગ જિયો’ હાલમાં રિલીઝ થઈ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેને ૧૦ વર્ષ પૂરાં થયાં છે. તેણે મેઇનસ્ટ્રીમ અને એન્ટરટેઇનમેન્ટવાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ‘બદલાપુર’ અને ‘ઑક્ટોબર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મોટા બજેટની ફિલ્મો ​વિશે વરુણે કહ્યું કે ‘તમે જ્યારે મોટા બજેટની કમ‌ર્શિયલ ફિલ્મોમાં કામ કરો તો સ્વાભાવિક છે કે તમારા પર ભારે પ્રેશર રહે છે અને આપણે સૌ સલામત રીતે એ ઇન્વેસ્ટમેન્ટ રિકવર થાય એના પર ધ્યાન આપીએ છીએ. જોકે એને કારણે એક ઍક્ટર, એક પર્ફોર્મર તરીકેનો મારો વિકાસ અટકી જશે. મેં જ્યારે ‘ઑક્ટોબર’માં શૂજિતદા સાથે અને ‘બદલાપુર’માં શ્રીરામસર સાથે કામ કર્યું એને કારણે મને મારી ઍક્ટરની અલગ બાજુ વિશે જાણ થઈ જેનાથી હું અજાણ હતો. એ ચૅલેન્જિંગ હતું અને મને કંઈક અલગ કરવા માટે આગળ ધકેલવામાં આવ્યો હતો. આપણે જ્યારે ભારે કન્ટેન્ટવાળી ફિલ્મમાં કામ કરીએ છીએ ત્યારે આપણને વધુ એક્સપરિમેન્ટ કરવાની તક મળે છે. નાના બજેટની ફિલ્મ હોય તો એમાં રિસ્ક ઓછું હોય છે એથી હું હંમેશાં એમાં બૅલૅન્સ જાળવી રાખવાનો પ્રયાસ કરું છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news varun dhawan