વરુણ વ્યસ્ત હોવાથી શાહિદને ફાયદો

19 October, 2021 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલી અબ્બાસ ઝફર તેની આગામી ફિલ્મ વહેલી તકે શરૂ કરશે

શાહિદ કપૂર

અલી અબ્બાસ ઝફરની ‘નુઇટ બ્લાન્ચ’ની રીમેક માટે શાહિદ કપૂર નહીં, પરંતુ વરુણ ધવન હતો પહેલી પસંદગી. આ થ્રિલરના શૂટિંગની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એક નાઇટ પર આધારિત છે. સ્ટોરી સાંભળતાં જ શાહિદે તરત હા પાડી હતી. પોતાના રોલની તૈયારી તે જોરદાર રીતે કરી રહ્યો છે. જોકે અલી અબ્બાસ ઝફરની ઇચ્છા હતી કે આ રોલ વરુણ કરે. એક દાયકાની અંદર અલી અબ્બાસ ઝફર સફળતાના શિખરે પહોંચી ગયો છે. આ અગાઉ સુપરહીરો યુનિવર્સ માટે તે વરુણને લેવા માગતો હતો. જોકે વરુણ આ ફિલ્મ કરવાના મૂડમાં દેખાતો નહોતો. ત્યાર બાદ અલીએ અન્ય પ્રોજેક્ટ એટલે કે ‘નુઇટ બ્લાન્ચ’ની રીમેક માટે તેને ઑફર કરી હતી. આ થ્રિલરનો આઇડિયા તેને પસંદ તો આવ્યો, પરંતુ તારીખ ન હોવાને કારણે આ પ્રોજેક્ટ તેના હાથમાંથી સરકી ગયો. અલી આ વર્ષે જ એની શરૂઆત કરવા માગતો હતો એથી તેણે વરુણને બદલે શાહિદ સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કરી લીધું છે.

entertainment news bollywood bollywood news upcoming movie shahid kapoor varun dhawan ali abbas zafar