રાજકુમાર હીરાણીની ‘મેડ ઇન ઇન્ડિયા’માં દેખાશે વરુણ ધવન?

15 January, 2022 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને રાજકુમાર હીરાણીના અસિસ્ટન્ટ ડિરેક્ટર કરણ નાર્વેકર ડિરેક્ટ કરશે

રાજકુમાર હીરાણી

વરુણ ધવન અને રાજકુમાર હીરાણી ‘મેડ ઇન ઇન્ડિયા’ લઈને આવવાના છે. આ બન્નેએ બંધ બારણે પ્રોજેક્ટ માટે મુલાકાત અને ચર્ચા કરી હતી. આ ફિલ્મ રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત રહેશે. ફિલ્મને રાજકુમાર હીરાણીના અસિસ્ટન્ટ ડિરેક્ટર કરણ નાર્વેકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. જોકે વરુણ તેનાં અગાઉનાં કમિટમેન્ટ્સ પૂરા કર્યા બાદ જ ‘મેડ ઇન ઇન્ડિયા’નું શૂટિંગ શરૂ કરશે.

entertainment news bollywood bollywood news upcoming movie rajkumar hirani varun dhawan