કલંક માટે શાહરુખ ખાન સાથે કોઈ પણ ચર્ચા નહોતી કરી : વરુણ ધવન

05 April, 2019 09:17 AM IST  | 

કલંક માટે શાહરુખ ખાન સાથે કોઈ પણ ચર્ચા નહોતી કરી : વરુણ ધવન

વરુણ ધવન (ફાઈલ ફોટો)

વરુણ ધવનનું કહેવું છે કે તેણે ‘કલંક’ માટે શાહરુખ ખાન સાથે કોઈ ચર્ચા નહોતી કરી. ‘કલંક’ માટે સૌથી પહેલી પસંદ શાહરુખ હતો એ વરુણને જાણ હતી. આ ફિલ્મને પહેલાં યશ જોહર પ્રોડ્યુસ કરવાના હતા અને એને કરણ જોહર ડિરેક્ટ કરવાનો હતો. આ ફિલ્મ માટેની પહેલી પસંદ શાહરુખ ખાન, કાજોલ, અજય દેવગન અને રાની મુખરજી હતાં. આથી તેણે તેના પાત્ર માટે શાહરુખ સાથે ચર્ચા કરી હોય એવું બની શકે. આ વિશે પૂછતાં વરુણે કહ્યું હતું કે ‘સાચું કહું તો આ પાત્ર કેવી રીતે ભજવવું એ વિશે મેં ક્યારેય શાહરુખ ખાન સાથે ચર્ચા નથી કરી. મને ખબર છે કે શાહરુખ સર અને અન્ય ઍક્ટર્સ આ ફિલ્મ માટેની પહેલી પસંદ હતા. એ સમયે કરણ એને ડિરેક્ટ અને મિસ્ટર યશ ચોપડા એને પ્રોડ્યુસ કરવાના હતા.’

આ પણ વાંચોઃ આવી ગયું કલંકનું ટ્રેલરઃ કરણ જોહરની પીરિયડ ડ્રામા ફિલ્મ છે વિઝ્યુઅલ 

યશ જોહરના મૃત્યુ પછી આ ફિલ્મને ડિરેક્ટ કરવાનું કરણ જોહરે માંડી વાળ્યું હતું. આ ફિલ્મને હવે અભિષેક વર્મને ડિરેક્ટ કરી છે. આ વિશે વધુ જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘અમે ‘માય નેમ ઇઝ ખાન’ દરમ્યાન અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સાથે કામ કરી રહ્યા હતા. એ સમયે અભિષેક મારો રૂમમેટ હતો. કરણે ‘કલંક’ની સ્ટોરીને કેવી રીતે નરેટ કરી હતી એ અભિષેકે મને કહ્યું હતું. એ સમયે કોણે ઇમૅજિન કર્યું હતું કે અભિષેક આ ફિલ્મને ડિરેક્ટ કરશે અને હું એમાં કામ કરીશ.’

karan johar varun dhawan bollywood Shah Rukh Khan