વીડિયો: વરુણ ધવન પર ચઢ્યો વર્લ્ડ કપ ફીવર, ટીમ ઈન્ડિયાને આ રીતે કરી ચીયર

28 May, 2019 11:19 AM IST  | 

વીડિયો: વરુણ ધવન પર ચઢ્યો વર્લ્ડ કપ ફીવર, ટીમ ઈન્ડિયાને આ રીતે કરી ચીયર

સ્ટ્રીટ ડાન્સર 3ડીના પોસ્ટરમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર

વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડમાં 30 મેના શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે દેશભરના લોકોમં વર્લ્ડ કપ ફિવર જોવા મળી રહ્યો છે. બોલીવૂડ એક્ટર વરુણ ધવન પણ આ યાદીમાં પાછળ નથી. વરુણ વધન પણ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ માટે ચીયર કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધા કપૂરે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર વરુણ ધવનનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા વરુણ ધવન ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ માટે ચીયર કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં વરુણ ધવનએ ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરી છે અને તે વીડિયોમાં બોલી રહ્યા છે, જીતેગા ભાઈ જીતેગા, ઈન્ડિયા જીતેગા. બોલો ભારત માતા કી જય. વરુણ ધવનનો આ ફની વીડિયો વાયરલ થયો છે જેમા તે મસ્તીના મૂડમાં વિદેશી સાથે જય બોલાવડાવે છે. વરુણ ધવનનો આ મસ્તીભર્યો વીડિયો લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને વાયરલ થયો છે.

આ પણ વાંચો: સસરા વીરૂ દેવગણની ખૂબ જ નજીક હતી કાજોલ, છેલ્લા સમય સુધી હતી તેમની સાથે

વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીને લઈને વ્યસ્ત છે અને હાલમાં જ સ્ટ્રીટ ડાન્સર 3ડીનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં વરુણ ભારતના ઝંડા સાથે જોવા મળી રહ્યા છે. ફિલ્મ 24મે 2020ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ડાન્સ માસ્ટર રેમો ડિસોઝા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. આ પહેલા ABCD 2માં પણ બન્ને સાથે જોવા મળ્યા હતા અને ફિલ્મ ધમાકેદાર રહી હતી.

varun dhawan bollywood gossips gujarati mid-day